તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બીજા દિવસેય કોરોના વિસ્ફોટ,વધુ 65 કેસ,10 વકીલોને કોરોના,આજથી 15 દિવસ કામ બંધ

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતાં સરકારી કચેરીઓમાં સાવધાની, પ્રવેશદ્વારે આડશો - Divya Bhaskar
કોરોના સંક્રમણ વધતાં સરકારી કચેરીઓમાં સાવધાની, પ્રવેશદ્વારે આડશો
 • એક્ટીવ કેસની સંખ્યા 422 | મહેસાણામાં સૌથી વધુ 22, વિસનગરમાં 19, કડીમાં 12, વિજાપુરમાં 5, વડનગરમાં 3, જોટાણામાં 2, ખેરાલુ અને ઊંઝામાં 1-1 કેસ
 • મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસો.નો વકીલો અને પક્ષકારોને કોર્ટમાં નહીં આવવા ઠરાવ, માત્ર અર્જન્ટ કામગીરી માટે આવી શકશે

મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ થયો છે. ગુરુવારના 85 કેસ બાદ શુક્રવારે વધુ 65 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારના 35 અને ગ્રામ્ય વિસ્તારના 30 કેસ છે. દરમિયાન, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશનના 10 જેટલા વકીલો અને 3 જેટલા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થતાં શનિવારથી તા.17 એપ્રિલ સુધી એટલે કે 15 દિવસ વકીલો અને પક્ષકારોએ માત્ર અરજન્ટ કામગીરી સિવાય કોર્ટમાં નહીં આવવા શુક્રવારે મળેલી બાર એસો.ની મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.

ડિસ્ટ્રિક્ટ બાર એસો.ના પ્રમુખ આર.એન. બારોટે કહ્યું કે, 8થી 10 વકીલ તેમજ કોર્ટ સ્ટાફમાંથી 2 થી 3 કોરોના સંક્રમિત થયા છે, હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે બારના વિશાળ હિતમાં શનિવારથી તા.17 સુધી અરજન્ટ કામગીરી સિવાય કોર્ટ સંકુલમાં પ્રવેશ નહીં કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો છે. આ સાથે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજને તાબાની કોર્ટોને કેસો જે-તે સ્ટેજે યથાવત રાખવા તેમજ વકીલોની ગેરહાજરીમાં કેસોને નુકસાન થાય તેવો અન્ય કોઇ હુકમ નહીં કરવા વિનંતીપત્ર કરાયો છે.

શુક્રવારના 65 કેસમાં મહેસાણામાં 22, વિસનગરમાં 19, કડીમાં 12, વિજાપુરમાં 5, વડનગરમાં 3,જોટાણામાં 2, ખેરાલુ અને ઊંઝામાં 1-1 કેસ છે. જ્યારે 9 દર્દી સાજા થયા હતા. એક્ટીવ કેસની સંખ્યા 422એ પહોંચી છે. શુક્રવારે 933 સેમ્પલ લેવાયાં હતાં.

મહેસાણા શહેરમાં 17 કેસ
સોમનાથ રોડ 4 કેસ, મોઢેરા રોડ 3 કેસ, ધરમ સિનેમા રોડ 2 કેસ તેમજ વિસનગર રોડ, કસ્બા, રાધનપુર રોડ, રાજકમલ પાસે, રામોસણા ચોકડી, દૂધસાગર ડેરી સામે, સર્વોદય મહોલ્લો, હબટાઉન રોડ પર 1-1 કેસ આવ્યા છે.
હિંમતનગર ડીવાયએસપીને કોરોના

 • મોડાસા પાલિકાના વેરા વસૂલાત ટીમના બે કર્મીઓ સંક્રમિત
 • ઇડર નગરપાલિકાના સિ.ક્લાર્ક,પત્ની,બે બાળકોને કોરોના
 • મોડાસા અને મેઘરજના સાયન્સના બે શિક્ષકો સંક્રમિત થયા
 • બાયડની એન.એચ. હાઈસ્કૂલના 3 શિક્ષકોને કોરોના થયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો