કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના વિસ્ફોટ નવા 48 કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 112 પર પહોંચ્યો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પાંચ બાળકો કોરોના સંક્રમિત બન્યા
  • શહેરી વિસ્તારમાં 32 અને ગ્રામ્ય વિસ્તારોમાં 16 કેસ

મહેસાણા જિલ્લામાં સાત માસમાં પ્રથમ વાર એકાએક કોરોનાના કેસોએ માથું ઊંચક્યું છે જિલ્લામાં નવા 48 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 100ને પાર થઈ ગયો છે. હાલમાં નોંધાયેલા એક દિવસમાં 48 કેસ એક અઠવાડિયા નો રેકોર્ડ તોડ્યો છે જિલ્લામાં લાંબા સમય ગાળબાદ કોરોના આંક વધતા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે.

મહેસાણા જિલ્લામાં માત્ર સાત દિવસથી કોરોનાએ પોતાની ગતિ પકડી છે ત્યારે શરૂઆતમાં માત્ર એક બે કેસ નોંધાતા હતા ત્યારે ડિસેમ્બરમાં અંતિમ દિવસોમાં રોજના દસથી વધુ કેસ નોંધવાની પીક પકડી હતી ત્યારે એકાએક 48 કેસ નવા આવી જતા હવે મહેસાણા જિલ્લો પણ અન્ય જિલ્લાની માફક કોરોના એક્ટિવ કેસોમાં અન્ય જિલ્લાની હરોળમાં આવી ગયો છે.

મહેસાણા શહેર અને ગ્રામ્યમાં 34 કેસ, વિસનગરમાં 3 કેસ, સતલાસણામાં 2 કેસ, ઊંઝા શહેરી અને ગ્રામ્યમાં 7 કેસ, વડનગરમાં 1 કેસ, કડીમાં 2 કેસ, જોટાણામાં 3 કેસ, બેચરાજીમાં 3 કેસ સામે આવ્યા છે જેમાં મહેસાણા તાલુકામાં 7 વર્ષની બાળકી સહિત બીજા પાંચ બાળકનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જિલ્લામાં આજે પાંચ દર્દીએ કોરોનાને માત આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે આજે નવા 2839 સેમ્પલ લેવામાં આવ્યા છે હાલમાં 3046 સેમ્પલના પરિણામ પણ આવવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...