રજૂઆત:મહેસાણા તાલુકા પંચાયતમાં મંજૂરી વિના ચાલતા ઝેરોક્ષ સેન્ટરનો વિવાદ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને 5 વર્ષ વીતીવા ધમધમી રહ્યુ છે
  • કસુરવારો સામે પગલાં લેવા કારોબારી ચેરમેનની ડીડીઓને રજૂઆત

તાલુકા પંચાયતમાં ઝેરોક્ષ સેન્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને 5 વર્ષ વીતી ગયા હોવા છતાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કે રિન્યુઅલ કર્યા વગર જ ઝેરોક્ષ સેન્ટર ચાલે છે અને ઝેરોક્ષોના બિલોનું બિન અધિકૃત રીતે ચૂકવણું પણ થઇ રહ્યું છે. જેથી કારોબારી ચેરમેને જવાબદારો સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજૂઆત કરતાં ઝેરોક્ષ સેન્ટરનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

મહેસાણા તાલુકા પંચાયત જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડીંગમાં શિફ્ટ થઇ તેની સાથે જૂના કોન્ટ્રાક્ટનું જ ઝેરોક્ષ સેન્ટર સાથે કાર્યરત રહ્યું છે. પ્રથમ માળે ઝેરોક્ષ સેન્ટર માટે જગ્યા ફાળવાઇ છે અને કચેરીના કામકાજની ઝેરોક્ષો અહીં નીકળે છે અને તેનું બિલ પણ ચૂકવાય છે. આ અંગે કારોબારી ચેરમેન સુરેશભાઈ પટેલ દ્વારા ડીડીઓને લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં વર્ષ 2014-15માં ઝેરોક્ષ સેન્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયેલો છે, જે ઇજારદારની આજદિન સુધી મુદત લંબાવી આપી ન હોવા છતાં કામ ચાલુ રાખ્યું છે. મુદત પૂર્ણ થઇ હોવા છતાં અને નવો કોન્ટ્રાક્ટ અપાયેલો ન હોવા છતાં ઝેરોક્ષોના બિલોનું ચૂકવણુ બિનઅધિકૃત રીતે થતું હોઇ કસુરવારો સામે ધોરણસરની કાર્યવાહી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...