રજૂઆત:મહેસાણામાં મકરસંક્રાંતિના દિવસે સિટીબસના સંચાલકે પાલિકાની મજૂરી વિના બસો બંધ રાખતા વિવાદ, વિપક્ષ નેતાએ પાલિકામાં રજૂઆત કરી

મહેસાણા4 મહિનો પહેલા
  • એજન્સીએ રજા રાખતા હજારો મુસાફરોએ રિક્ષાચાલકોની લૂંટનો ભોગ બનવું પડયાની ફરિયાદો ઉઠી

મહેસાણામાં મકરસંક્રાંતિના દિવસે ગુરુકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પાલિકાની મંજૂરી વિના સિટીબસ સેવામાં રજા રાખી મકરસંક્રાતિના દિવસે બસ સેવા બંધ રાખી હતી. જેને લઈ વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે. એજન્સીની મનમાનીથી હજારો મુસાફરોએ રિક્ષાચાલકોની લૂંટનો ભોગ બનવું પડયાની ફરિયાદો ઉઠી હતી.

વિરોધપક્ષના નેતા કલમેશ સુતરિયાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, મહેસાણા શહેરની તમામ સિટીબસ કોઈપણ જાહેરાત કે જાણ કર્યા વિના બંધ રાખી તહેવારના દિવસે નગરજનોને સિટીબસ સેવા પૂરી નહિ પાડી એજન્સી પોતાની મનમાની ચલાવી છે. અગાઉ પણ સિટીબસ સેવા ચલાવતી ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી અનેક વખત શરતોને ભંગ કર્યો છે અને આપના દ્વારા 5 ઓક્ટોબરના રોજ ગુરુકૃપા ટ્રાવેલ્સને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વારંવાર શરતોને ભંગ કરવામાં આવે છે. આ પ્રકારની બેદરકારી હવે દાખવવામાં આવશે તો ટેન્ડરની શરત ન.11.1 મુજબ કરાર રદ કરવામાં આવશે અને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...