તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કોંગી નેતા કીર્તિસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ કરવાનો વિવાદ વધુ વકરે તેવા એંધાણ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 125 જેટલા હોદ્દેદારોની વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત
  • સસ્પેન્શન રદ કરતાં પહેલાં જિલ્લાના હોદ્દેદારોને વિશ્વાસમાં નહીં લેવાતાં રોષ

ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા સામે ટિકિટ વહેંચણી અને ઉમેદવારોને મેન્ડેટ આપવા બાબતે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો થતાં પ્રદેશ સમિતિએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિએ રજૂઆત કરનાર હોદ્દેદારોને સાંભળ્યા કે વિશ્વાસમાં લીધા વગર કીર્તિસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ કર્યું હતું.

આ નિર્ણયથી નારાજ જિલ્લાના 125 થી વધુ હોદ્દેદારોએ મંગળવારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી 10થી વધુ લોકો જોડાયા હતા. એક નેતાએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું કે, મહેસાણા પાલિકાની ચૂંટણી સમયે ભાજપમાંથી ચૂંટાયેલા એક કોર્પોરેટર કોંગ્રેસમાં હતા તેમણે જ ધાનાણીની બેઠકમાં આક્ષેપ કર્યા હતા.

અમને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરાયો છે
વિસનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલે કહ્યું કે, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ડેટ આપવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાથી અમે એક ઓડિયો ક્લીપની સીડી સાથે પ્રદેશ કોંગ્રેસને રજૂઆત કરી હતી અને સુનાવણી દરમિયાન પુરાવા રજૂ કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ, અમને બોલાવીને સાંભળ્યા વગર જ શિસ્ત સમિતિએ કીર્તિસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ કરતાં આંચકો લાગ્યો હતો. તેથી વિસનગર સહિત તમામ તાલુકાના 125 જેટલા હોદ્દેદારોએ પરેશ ધાનાણીને મળી શિસ્ત સમિતિના નિર્ણયને બદલવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...