ટેન્ડર રદ:મહેસાણા પાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડને ખાનગી એજન્સીને આપવાના મુદ્દે વિવાદ થતા ટેન્ડર રદ કરાયું

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાઉન્ડના સંચાલન અને નિભાવણી અન્ય એજન્સીને આપવા મુદ્દે વિવાદ સર્જાયો હતો
  • પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચનાના પગલે તેનું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું

મહેસાણા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની રૂ 15 કરોડની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું સંચાલન અને નિભાવણી અન્ય એજન્સીને આપવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેને લઈ પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચનાના પગલે તેનું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ વધુમાં વધુ નાગરિકોને મળે તે પ્રકારના નિયમ ઘડવા તાકીદ કરી છે.

આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ક્રિકેટ ગ્રાઉન્ડને ખાનગી એજન્સીને આપવાના મુદ્દે લોકો અને સંસ્થાઓની અનેક રજૂઆતો આવી હતી, જે ધ્યાનમાં લઈ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે હવે પાલિકા દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલન માટે નવેસરથી શરતો તૈયાર કરાશે અને તેમાં લોકહિતને પ્રાથમિકતા અપાશે. નોંધનીય છે કે, જિમ અને સ્વિમિંગ પુલની ફી મહેસાણામાં વધુ હોય તેને ઘટાડવા પાલિકા કોઈ કાર્યવાહી કરશે ખરી તે પણ સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...