મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આજે સવારે હોસ્પિટલનું બોર્ડ લગાવવા ત્રણ જેટલા લીલાછમ ઝાડ કાપી ડોક્ટર વિવાદમાં સપડાયો છે. ઝાડ પાલિકાએ રાધનપુર રોડ પર ઝડ ઉગાડયા હતા જેમાંથી 3 જેટલા ઝાડ કાપી નાખવામાં આવતા વેપારીઓ અને સ્થાનિકો અકળાયા હતા.
હોસ્પિટલનું બોર્ડ લગાવવામાં ડોક્ટરે 3 ઝાડ કાપ્યા
મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્ષ નજીક મહેસાણા પાલિકાએ શહેરને સુશોભિત કરવા અને હરિયાળી લાવવા ઝાડ ઉગાડયા હતા. જેમાંથી 3 જેટલા ઝાડ કોમ્પ્લેક્ષમાં આવેલા કિમાયા હોસ્પિટલના ડો અંકિત પટેલ દ્વારા હોસ્પિટલનું બોર્ડ મારવા JCB વડે ત્રણ ઝાડ ઉખડી દેતા હાલમાં ડોક્ટર સામે સ્થાનિકો લોકો અકળાયા છે.
હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરો: સ્થાનિક
મહેસાણા રાધનપુર રોડ પર રોયલ કોમ્પ્લેક્ષમાં આવેલ હોસ્પિટલના ડોકટર પોતાના સ્વાર્થ ખાતર ત્રણ ઝાડ કાપી નાંખયાના આક્ષેપ બાદ સ્થાનિકોની કલેકટરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરો. તેમજ ડૉક્ટર સામે કડક પગલા ભરવા આજે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ડોકટર સામે વિરોધ નોંધાવી કલેકટરમાં આ મામલે રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.