વિરોધ:રોડ-બિલ્ડિંગ મટિરિયલના ભાવમાં 30 ટકાનો વધારો થતાં કોન્ટ્રાક્ટરોએ ભાવવધારો માગ્યો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવવધારો ન અપાતાં સરકારી કામોનાં ટેન્ડર નહીં ભરવા નિર્ણય

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, કપચી, ઇંટો સહિતનાં મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને કારીગરો, મજૂરોના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. તેની સામે સરકારી રોડ અને બિલ્ડિંગોના કામોમાં જૂના ટેન્ડરો પ્રમાણે ભાવ ભર્યા પછી ભાવવધારો ના મળતાં કોન્ટ્રાક્ટરોમાં ભાવવધારો આપવા માંગ ઉઠી છે. સરકારી ટેન્ડરોમાં ભાવવધારાની માંગણી સાથે જિલ્લાના તમામ કોન્ટ્રાકટરોએ શનિવારથી સરકારી ઓનલાઈન ટેન્ડર નહીં ભરવાના નિર્ણય અંગે કલેક્ટર કચેરીમાં લેખિત આપ્યું હતું.

કોન્ટ્રાક્ટર એસોસીએશનના મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતે કલેક્ટર કચેરીમાં આવેદન આપી રજૂઆત કરી છે, જેમાં 7 પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. જેમાં બાંધકામ મટિરિયલ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય બિલ્ડિંગ મટિરિયલના ભાવમાં તેમજ કારીગરો અને મજૂરીના દરમાં થયેલો અસહ્ય વધારો દૂર કરવો, આયાતી ડામર વપરાશ માટેના નવા જીઆર અંગે, સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ ડોક્યુમેન્ટનો અમલ કરાવવા, ચાલુ કામોમાં જીએસટી વધારાની ભરપાઈ, ટેન્ડરોની કિંમત જીએસટી સિવાયની કરવી, શિડ્યુલ ઓફ રેટ્સ અપડેટ કરવા સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં લવાય કામો બંધ કરવા પડશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...