તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:નબળા કામ અંગે રજૂઆત કરતાં ખેરાલુ પાલિકાના પ્રમુખ પર કોન્ટ્રાક્ટરનો હુમલો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં થયેલાં વિકાસકામો અંગે આયોગમાં અરજી કરતાં બબાલ
  • પ્રમુખ હેમંત શુક્લની કોર્પોરેટરના પુત્ર સહિત 2 કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

ખેરાલુ પાલિકાના પ્રમુખ હેમંત શુક્લ સહિત 16 સભ્યોએ ં થયેલા નબળા કામને લઇ ગાંધીનગર આયોગમાં રજૂઆત કરી હતી. રજૂઆતથી ઉશ્કેરાયેલા પેટા કોન્ટ્રાક્ટ ચલાવતા બે શખ્સોએ શુક્રવાર બપોરે પ્રમુખ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ખેરાલુ પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેરાલુ પાલિકાના પૂર્વ પ્રમુખ ચૌધરી હિરાબેન ભગુભાઇના શાસનકાળમાં કોર્પોરેટર વિરાભાઇ ચાૈધરીના પુત્ર અને તેના મિત્રને આધાર કન્સ્ટ્રક્શન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ અપાવ્યું હતું.

જોકે, કામની યોગ્ય ગુણવતા ન હોઇ હાલના પાલિકા પ્રમુખ હેમંત કુમાર મહેન્દ્રભાઇ શુક્લ સહિત 16 સભ્યોએ ગાંધીનગર આયોગમાં રજૂઆત કરી હતી.પ્રમુખ હેમંત શુક્લ તેમના નાના ભાઇ મનિષભાઇ અને મિત્રો સાથે શુક્રવાર બપોરે તેમની હોટલ વૃંદાવન પરોઠા હાઉસમાં બેઠા હતા.

ત્યારે રજૂઆતથી નારાજ પેટા કોન્ટ્રાક્ટર ભાવિક કરશનભાઇ ચાૈધરી અને કોર્પોરેટર વિરાભાઇના પુત્ર નિકેશ વિરાભાઇ ચાૈધરી કાર (જીજે 08 બીએફ 7704) લઇને હોટલ અાગળ અાવી પ્રમુખને પૂર્વ પ્રમુખના ઘરે સાથે આવવા કહ્યું હતું અને પ્રમુખને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. જેમાં મનિષભાઇને લાફો મારી પ્રમુખને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ તું અરજી પાછી ખેંચી લે જે નહીંતર જાનથી મારી નાખીશુંની ધમકી આપી બંને શખ્સો ફરાર થઇ ગયા હતા. પાલિકા પ્રમુખે હુમલો કરનાર બંને વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આ 2 સામે ગુનો નોંધાયો
1.ભાવિક કરશનભાઇ ચાૈધરી રહે. મંદ્રોપુર, તા. ખેરાલુ
2.નિકેશ વિરાભાઇ ચાૈધરી રહે. ખેરાલુ જોડિયા

અન્ય સમાચારો પણ છે...