સરકારની ઇફ્કો કંપનીએ ગત વર્ષે યુરિયા ખાતરને પ્રવાહી સ્વરૂપે બજારમાં મૂકી છે. નેનો યુરિયાની 500 મિલીની બોટલ એક બોરી યુરિયાની જરૂરીયાત પૂરી પાડે છે. છેલ્લા 1 વર્ષમાં મહેસાણા જિલ્લામાં નેનો યુરિયાની 45 હજાર બોટલનો ખેડૂતોએ ઉપયોગ કર્યો છે. જેને લઇ બોરીની માંગ ઘટતાં 1.79 લાખ બોરીનો વપરાશ ઘટ્યો છે.
નેનો યુરિયા બજારમાં આવી એ પહેલાં વર્ષ 2020-21 માં મહેસાણા જિલ્લામાં 20.36 લાખ યુરિયા બોરી એટલે કે, 91622 મેટ્રીક ટન યુરિયાનો વપરાશ થયો હતો. તેની સામે વર્ષ 2021-22 દરમિયાન 18.57 લાખ બોરી એટલે કે 83600 મેટ્રીક ટન જેટલો વપરાશ થયો હતો. એટલે કે, 1.79 લાખ બોરીનો વપરાશ ઘટ્યો છે. યુરિયાનું બોરીઓનું વપરાશ ઘટવા પાછળનું કારણ નેનો યુરિયા છે. કેમકે, છેલ્લા 1 વર્ષમાં 45 હજાર નેનો યુરિયાની બોટલનો વપરાશ થતાં બોરી સ્વરૂપે માંગ ઘટી છે.
ઉલ્લેખનીય છે કે, રૂ.270 ના ભાવે પડતી યુરિયાની 45 કિલોની બેગનો ટ્રાન્સપોર્ટેશનો ખર્ચ પણ ખેડૂતને માથે આવે છે. તેની સામે પ્રવાહી સ્વરૂપે નેનો યુરિયાની 500 મિલી બોટલ માટે ખેડૂતને રૂ.240 નો ખર્ચ પડે છે. બીજી બાજુ 4 ટકા નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતાં પ્રવાહી યુરિયાનો છંટકાવ સીધો છોડને મળે છે. જ્યારે બોરીમાંથી પુખાતા યુરિયાનો બગાડ થતો હોવાથી ખેડૂતો હવે નેનો યુરિયા તરફ વળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.