મહેસાણા નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડનું કામ પૂર્ણતાના આરે છે, ત્યારે તેના સંચાલન અને નિભાવણી માટે કરાયેલા ટેન્ડરમાં કોચિંગ અને ક્રિકેટ મેચ રમવાના ઊંચા દર તેમજ ખેંચતાણના પગલે નગરપાલિકાએ ટેન્ડર જ રદ કરી દીધું છે.
હવે વધુમાં વધુ લોકો ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લઇ શકે તેમજ કેટલાક અંશે તેનું સંચાલન પાલિકા પાસે રહે તે દિશામાં વિચારણા હાથ ધરાઇ છે. આ માટે સદસ્યોની કમિટી બનાવાશે, જે રાજ્યના વિવિધ ગ્રાઉન્ડના સંચાલન અને વ્યવસ્થાનો અભ્યાસ કરશે, ત્યાર બાદ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરાશે.
નવા ટેન્ડરમાં કોચિંગમાં વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તેમજ બે ટીમ વચ્ચે મેચ રમવી હોય તો તેના ફીના ધોરણ પાલિકા નક્કી કરે તેવું આયોજન વિચારણામાં લેવાયું છે. ચોમાસા દરમિયાન તમામ પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ ચાલુ થઇ જશે તેવા સંકેતો સૂત્રોએ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.