132મી જયંતિ:વિજાપુરમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જયંતિની ઉજવણી બાદ કોંગેસમાં જોડાયેલા કાર્યકરોની નોંધણી કરાઇ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા

વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર સમિતિના સંયુક્ત ઉપક્રમે પૂર્વ અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના 132મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા તેમજ શહેર કોંગ્રેસના બુથ પ્રણાણે સભ્ય નોંધણીની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. જેમાં તાલુકા ગ્રામ્ય તેમજ શહેરના સાત વોર્ડ અને તેના બુથો ઉપરના સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલે જણાવ્યું હતુ કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા તા 14મી નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં સભ્ય લોન્ચિંગનો કાર્યક્રમ કરવાના આદેશ મુજબ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની તૈયારીઓમાં દરેક કાર્યકરે ખભે ખભા મીલાવીને કોંગ્રેસને મજબુત બનાવવાની છે. હાલમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારો તેમજ તેમજ ખેડુતને ખેતી પેદાશોના ભાવો મળતા નથી જીવન નિર્વાહ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ મોંઘી હોવાથી લોકોને જીવન નિર્વાહ ચલાવવું કઠીન બન્યું છે. જે મુદ્દાઓને યુવા વર્ગ ને ઉઠાવવા કોંગ્રેસના યુવા કાર્યકરોને અપીલ કરવામાંઆવી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ સૈયદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એલ.એસ.રાઠોડ શહેર પ્રમુખ રાજુ દેસાઈ, નગરપાલીકા પુર્વ ઉપ પ્રમુખ અસપાક અલી સૈયદ, અરવિંદ પટેલ અને યોગેશ મહેતા સહીત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાન કાર્યકરો તેમજ કોંગ્રેસમાં આવેલા તમામ કાર્યકરોને સભ્ય નોંધણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...