કોંગ્રેસ બહિષ્કાર કરશે:વસ્તીના ધોરણે ગ્રાન્ટની ફાળવણી ન કરતાં સભામાં ગેરહાજર રહી કોંગ્રેસ વિરોધ કરશે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15મા નાણાપંચની ગ્રાન્ટના આયોજનને લઈ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા
  • જિ.પં.ની સામાન્ય સભામાં લોકોના પ્રશ્નો ન રાખતા કોંગ્રેસ બહિષ્કાર કરશે

આજે મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાવાની છે. ત્યારે વસ્તીના ધોરણે ગ્રાન્ટની ફાળવણી ન કરીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના મામલે કોંગ્રેસના સભ્યો સભામાં ગેરહાજર રહી પોતાનો વિરોધ દર્શાવશે. સરકાર દ્વારા ફાળવાતી 15મા નાણાપંચની ગ્રાન્ટના આયોજનને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આજે શુક્રવારે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના ચાર સભ્યોએ પંચાયતના પ્રમુખને સંબોધી એક પત્ર લખ્યો છે.

જેમાં વસ્તી અને વિસ્તાર ના ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરવાના બદલે મહેસાણા જિલ્લા પંચાયતના શાસનકર્તાઓ 15માં નાણાપંચની 2022 -23ની ગ્રાન્ટનું આયોજન એક તરફી બહુમતીના જોરે કરી રહ્યા હોવાને કારણે પોતાને થઈ રહેલા અન્યાય તેમજ સામાન્ય સભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા પંચાયતી રાજનો પારદર્શક અમલ થતો ન હોય લોકભિમુખ સિવાયના વહીવટી ખર્ચાઓ મંજૂર કરાવવા અને પ્રજાહિતની જોગવાઈઓ ન કરી હોવાથી કોંગ્રેસ વિપક્ષના નેતા હર્ષદભાઈ પટેલ અને રાજીબેન ચૌધરીના સહિતના ચાર સભ્યો ખાસ સામાન્ય સભામાં ગેરહાજર રહીને સભાનો બહિષ્કાર કરી પોતાનો વિરોધ દર્શાવશેનું જણાવવામાં આવ્યું છે. ગ્રાન્ટ ના આયોજન સહિતના માત્ર બે ત્રણ મુદ્દાઓ માટે જ આજની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે જેમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...