તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રસમાં ભડકો:કડી તાલુકામાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર 10 લાખ રુપિયા લઇ ત્રણ ઉમેદવારોના મેન્ડેટ બદલી નાખ્યાનો આરોપ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય અને શહેર પ્રમુખ વચ્ચે છુટ્ટા હાથની મારામારી બાદ વધુ એક ઘટના
  • કોંગ્રેસના વલણને લીધે તાલુકાના 200 જેટલા કાર્યકરોએ સામુહિક રાજીનામાં ધરી દીધા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા શનિવારે પૂર્ણ થયી ગયી છે. કોંગ્રેસે કેટલીક જગ્યાઓ ઉપર અસંતુષ્ટ ઉમેદવારોના લીધે છેક છેલ્લી અણી સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નહોતા. ત્યારે કોંગ્રેસના ટોચના નેતાઓ પર અવનવા આરોપો થઇ રહ્યા છે. કડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશજી ઠાકોરે પ્રદેશ નેતાગીરી સામે 10 લાખ રૂપિયા લઈ તાલુકા પંચાયતની ત્રણ સીટો ઉપર મેન્ડેટ બદલી નાખ્યા હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે.

મહેશજી ઠાકોરે રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી
કોંગ્રેસમાં અવનવા આક્ષેપો પ્રદેશ નેતાગીરી અને જિલ્લા નેતાગીરી સામે થઇ રહ્યાં છે. કડીમાં આગળના દિવસે મેન્ડેટ આપવાની બાબતમાં પૂર્વ ધારાસભ્ય અને શહેર પ્રમુખ વચ્ચે છુટ્ટા હાથની મારામારી બાદ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશજી ઠાકોરે પ્રદેશ નેતાગીરી સામે 10 લાખ રૂપિયા લઈ તાલુકા પંચાયતની ત્રણ સીટો ઉપર મેન્ડેટ બદલી નાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે મહેશજી ઠાકોરે રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિતના બીજા નેતાઓના પડી શકે છે રાજીનામા
કડી તાલુકા પંચાયતની મેડા આદરજ, બોરીસણાં તથા સાદરા આલુસણા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારના નામ નક્કી થયી ગયા હતા અને તેમના મેન્ડેટ પણ બની ગયા હતા. આ સાથે ઉમેદવારોને ફોર્મ ભરવાની માંડીને ચૂંટણી પ્રચાર સુધીની મૌખિક સૂચના પણ આપી દેવામાં આવી હતી. પરંતુ આ ત્રણ બેઠકોના ઉમેદવારોના મેન્ડેટ તાલુકા પ્રમુખ કે બીજા કોઈ નેતાને જણાવ્યા વિના બદલીને આપી દેતા કડી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મહેશજી ઠાકોર રોષે ભરાયા હતા. ટોચના નેતાઓના આવા વલણને લીધે તાલુકાના 200 જેટલા કાર્યકરોએ સામુહિક રાજીનામાં ધરી દીધા છે. આગામી સમયમાં પક્ષ દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો પ્રમુખ સહિતના બીજા નેતાઓના પણ રાજીનામા પડી શકે છે. જેના લીધે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને તાલુકામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો