તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા, ભાજપના ઈશારે કામ કરતા હોવાના આક્ષેપો લગાવેલા

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાની ફાઈલ તસવીર
 • ભાજપ સાથેની સાંઠ-ગાંઠમાં મેન્ડેડ વિત્રણમાં ગેરરીતિ કરાયા આક્ષેપો લગાવવામાં આવેલા
 • કીર્તિસિંહે પાર્ટીની શાખ ન બગડે તે માટે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મહેસાણા કોંગ્રેસના દિગ્ગજ નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ દ્રારા હાંકી કઢાશે તેવી સ્થિતિ પારખી અગાઉથી જ રાજીનામું ધરનારા પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લેટરપેડ પર તેમને સસ્પેન્ડ કરવાના પત્રમાં અમિત ચાવડાની સહી જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસમાં એકપછી એક વિવાદો સામે આવતાં મહેસાણા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. કીર્તિસિંહે ગઇકાલે જ ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં પ્રદેશ મહામંત્રી અને પ્રભારી પદેથી રાજીનામું આપ્યુ હતુ.

કોંગ્રેસે કીર્તિસિંહ ઝાલાને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
મહેસાણા જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, હાલ પ્રદેશ મહામંત્રી અને પ્રભારી કીર્તિસિંહ ઝાલાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમની સામે ગંભીર આક્ષેપો થતાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કેટલાંક આગેવાનોએ કીર્તિસિંહ ઝાલા સામે ચૂંટણીમાં મેન્ડેટ સહિત કેટલાંક આક્ષેપો કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્રારા તેમની સસ્પેન્ડ કેમ નહીં કરવા તે બાબતે લેખિતમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. જે બાદમાં ગઇકાલે તેમને પ્રદેશ મહામંત્રી અને પ્રભારી તરીકે રાજીનામું આપ્યાની વિગતો સામે આવ્યા બાદ આજે સવારે પ્રદેશ કોંગ્રેસે તેમને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસે તેમને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
કોંગ્રેસે તેમને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

કીર્તિસિંહે પાર્ટીની શાખ ન બગડે તે માટે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
અગાઉ 14 ફેબ્રુઆરીએ પ્રદેશ કોંગ્રેસ દ્રારા કીર્તિસિંહ ઝાલાને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ તરફ લેખિતમાં ખુલાસાની જગ્યાએ કીર્તિસિંહે પાર્ટીની શાખ ન બગડે તે માટે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતુ. આ સાથે ધારાસભ્ય બળદેવજી ઠાકોર, સિનિયર નેતા સાગર રાયકા, નરેશ રાવલ સહિતે તેમની રાજકીય કારકીર્દીને નુકસાન કરવાનો પ્રયાસ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમને આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય બળદેવજી ઠાકોર જિલ્લાના ધારાસભ્ય ન હોવા છતાં દાદાગીરી કરીને કડીના મેન્ડેટ લઇ ગયા. કડીના સિનિયર નેતાઓને ટિકિટ નહીં આપવાની તેમની જીદ હતી.

કીર્તિ ઝાલાઅે જેની સામે આક્ષેપો કર્યા તેઓ પણ આ મુદ્દે ચૂપ
મારે કંઇ કહેવું નથી, કરેલું ભોગવે : રાયકા

મારે કંઇ કહેવું નથી. કરેલું ભોગવે અને તે મજા લે છે. તેને પોતાની રીતે મજા લેવા દો. હું ખુશ છું અને કિર્તીસિંહના આક્ષેપો સામે હું કોઇ જ કોમેન્ટ કરવા માંગતો નથી.> સાગર રાયકા, પૂર્વ સાંસદ

તે આક્ષેપો કરવાની ટેવ વાળા છે: બળદેવજી
તે આક્ષેપો કરવાની ટેવવાળા છે. દુનિયા જાણે છે કોણે શું કર્યુ. આ બાબતે તેની સામે મારે કંઇ કહેવું નથી અને કોઇ મગજમારીમાં પડવા માંગતો નથી. > બળદેવજી ઠાકોર, ધારાસભ્ય, કલોલ

નરેશ રાવલે તો ફોન ઉપાડ્યો પણ વાત કરવાનું ટાળ્યું
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને પીઢ અગ્રણી નરેશ રાવલે બે વાર ફોન ઉપાડ્યા બાદ અવાજ આવતો ન હોવાનું બહાનું કાઢી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

હવે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે સસ્પેન્શનનો વારો
ચૂંટણીમાં નાણાં લઇ ટિકિટોની ફાળવણી કરાઇ હોવાની ફરિયાદો બાદ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહના ઇશારે જ ચાલતા હોઇ પક્ષે તેમને પણ સસ્પેન્ડ કરી દીધા છે. હવે રાજેન્દ્રસિંહ દરબારને પણ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવાઇ શકે છે તેવી ચર્ચા જોર પકડી રહી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ સામે પણ લટકતી તલવાર
ટિકિટ ફાળવણીમાં સગાવાદ સહિતના આક્ષેપો શહેરના જૂના નેતાઓએ શહેર પ્રમુખ પી.કે. પટેલ ઉપર કર્યા હતા. ઉહાપોહ પણ મચ્યો છે. જોકે, તેમની નિમણૂંકને લાંબો સમય થયો ન હોઇ ચૂંટણીમાં પક્ષનું ખરાબ પ્રદર્શન રહે તો તેમણે પણ હોદ્દો ગુમાવવો પડી શકે છે.

કકળાટ : મેન્ડેટના નામ જાહેર નહીં કરવાથી લઇ સસ્પેન્શન સુધી
મેન્ડેટ, ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને હટાવાયા.
ટિકિટ માટે નાણાંની લેતી-દેતીની ઓડિયો ક્લિપ ફરતી થતાં સેવાદળના જસવંત પ્રજાપતિ સસ્પેન્ડ.
શહેર પ્રમુખ પી.કે.પટેલે પૈસા લઇ ટિકિટ ફાળવીના આક્ષેપો સાથે સિનિયરો નગરસેવકોનો હંગામો.
મહેસાણા મામલતદાર કચેરીમાં શહેર પ્રમુખ પી.કે. પટેલ પર હુમલો કરી બે કોંગીનાં ફોર્મ પાછા ખેંચાવાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો