ચૂંટણી:મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના નટવરજી મકવાણાએ ભાજપના નારણજી ચાવડાને 215 મતે હરાવ્યા
  • કોંગ્રેસને​​​​​​​ 2364, ભાજપને 2149 અને આપને 770 મત મળ્યા, 87 મત નોટામાં પડ્યા

મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. કોંગ્રેસના નટવરજી મકવાણાએ ભાજપના નારણજી ચાવડાને 215 મતે હાર આપી છે. ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં આ બેઠક પરથી વિજેતા ભાજપના દિલીપજી ચાવડાનું કોરોનાથી અવસાન થતાં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં વિજેતા બનતાં કોંગ્રેસની સભ્ય સંખ્યા 9થી વધી 10 થઇ છે.

ભાજપ શાસિત મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણાને 2364, ભાજપના નારણજી ગોપાળજી ચાવડાને 2149 અને આપના ઈશ્વરજી જીલુજી ચાવડાને 770 મત મળતાં કોંગ્રેસના નટવરજી મકવાણાને 215 મતે વિજયી જાહેર કરાયા હતા. જ્યારે 87 મત નોટામાં પડ્યા હતા.​​​​​​​

છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને જમનાપુરે જીતાડ્યાં
મત ગણતરીના 10 રાઉન્ડ પૈકી પ્રથમ 9 રાઉન્ડમાં ભાજપ કોંગ્રેસથી આગળ ચાલતો હતો. પરંતુ 10મા રાઉન્ડમાં જમનાપુરના બુથમાં કોંગ્રેસના ઉમેદવારને વધુ મત મળતાં તે વિજેતા બન્યા હતા. આમ, જમનાપુરે કોંગ્રેસને જીતાડ્યાની ચર્ચા ચાલી હતી.

ઉ.ગુ.નાં પરિણામ

નગરપાલિકાના પરિણામ

પાલિકાભાજપકોંગ્રેસબિનહરીફકુલ
થરા1644(ભા)24
વડનગર વોર્ડ-71001
મહેસાણા વોર્ડ-111001
રાધનપુર વોર્ડ-71001
ચાણસ્મા વોર્ડ-5001(ભા)1
ધાનેરા વોર્ડ-40101
મોડાસા વોર્ડ-21001
કુલ20505(ભા) 3030

​​​​​​​

તાલુકા પંચાયત પરિણામ

તા.પં.બેઠકભાજપકોંગ્રેસઅાપકુલ
મહેસાણા-વડસ્મા0101
સતલાસણા-રાણપુર0101
રાધનપુર-ચલવાડા0101
દાંતા -જીતપુર0101
દાંતા- કુંભારીયા0101
પાલનપુર-મડાણા0101
દાંતીવાડા -ગોઢ1001
દાંતીવાડા -નાંદોત્ર0101
અમીરગઢ -ધનપુરા0101
ભિલોડા- ઉબસલ0011
બાયડ-હઠીપુર1001
પ્રાંતિજ-ઘડકણ1001
પરબડા1001
કુલ48113

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...