તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન બુથનો વિવાદ:ભાજપના ઉમેદવારની સોસાયટીમાં 2 ચૂંટણીબુથ સામે કોંગ્રેસનો વિરોધ

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા પાલિકામાં વોર્ડ-3માં મતદાન બુથનો વિવાદ
 • જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણી સમયે બોગસ મતદાન થવાની શંકા વ્યક્ત કરતી રજૂઆત કરાઇ

મહેસાણા પાલિકાના વોર્ડ-3ના ભાજપના ઉમેદવાર વનીતાબેન પટેલની ધરતી બંગ્લોઝ સોસાયટીમાં જ બે ચૂંટણી બુથ ફાળવવા સામે કોંગ્રેસે વિરોધ ઉઠાવી જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત આપ્યું છે. નગરપાલિકાના વોર્ડ-3માં ભાજપનાં ઉમેદવાર વનીતાબેન મયુરભાઇ પટેલ અત્રેની ધરતી બંગ્લોઝ સોસાયટીમાં રહે છે અને ચૂંટણી વિભાગે આ જ સોસાયટીમાં 2 બુથ ફાળવેલા હોઇ તેનો વિરોધ હરીફ પક્ષ કોંગ્રેસે ઉઠાવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર ત્રિભોવનદાસ ઓઝાએ એસપી અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે. જેમાં ઉમેદવારની સોસાયટીમાં જ બે બુથો ફાળવાયેલા હોઇ મતદાનના દિવસે આ બંને બુથોમાં બોગસ મતદાન અને અશાંતિ ફેલાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ સંજોગોમાં પારદર્શક ચૂંટણી યોજાય તે હેતુથી તાત્કાલિક અસરથી આ બંને બુથ અન્ય જગ્યાએ ખસેડવા માંગ કરાઇ છે. આ અંગે અત્રેના ઉમેદવાર અમિત પટેલે કહ્યું કે, ભાજપના ઉમેદવારની સોસાયટીમાં ફાળવાયેલા મતદાન મથક બદલવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જઇશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો