તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Congress Picket In Mehsana With Demand To Withdraw Three Laws Related To Agriculture, Application Was Submitted To The Collector By The District Organization In Mehsana.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં:કૃષિસંબંધી ત્રણ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, મહેસાણામાં જિલ્લા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસે કુષિ સંબધિત કાયદા પાછા ખેચવા આવેદન આપી ધરણાં યોજ્યાં - Divya Bhaskar
કોંગ્રેસે કુષિ સંબધિત કાયદા પાછા ખેચવા આવેદન આપી ધરણાં યોજ્યાં

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને કોંગ્રેસે આપેલા ટેકા બાદ શુક્રવારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું. જેમાં કૃષિ સંબંધિત 3 કાયદાને પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક, કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત બાંહેધરી અને કૃષિસેવા પર કરાર વિધેયક તેમજ આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) વિધેયકના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂત આંદોલનને સર્મથન આપતાં મહેસાણા જિલ્લા કોંગ્રેસે ત્રણેય વિધેયક સામે વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, શહેર પ્રમુખ પી.કે. પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જિલ્લા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાને પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ કરી તત્કાલ ન્યાય માટે માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો