વિરોધ:મહેસાણામાં GSTના વિરોધમાં કોંગ્રેસે ઊંટલારીમાં રેલી યોજી

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોઢેરા ચોકડીએ મહિલા કાર્યકરોએ સરકારના નામના છાજીયા લીધા
  • ગેસમાં ભાવવધારા મુદ્દે મહિલાઓનો ગેસના બાટલા સાથે વિરોધ

ભાજપ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં કરાયેલા ભાવવધારો અને જીએસટીના વિરોધમાં શુક્રવારે મહેસાણામાં કોંગ્રેસે ઊંટલારીમાં રેલી કાઢી મોઢેરા ચોકડી પર સરકાર વિરુદ્ધ છાજીયા લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જીએસટી તેમજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓમાં કરાયેલા ભાવવધારાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ મોઢેરા રોડ પરથી ઊંટલારીમાં રેલી કાઢી મોઢેરા ચાર રસ્તા પર પહોંચ્યા હતા. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી મહિલાઓ અને કાર્યકરોએ મોંઘવારી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી છાજીયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા ગેસની બોટલમાં વારંવાર કરાતાં ભાવવધારાનો વિરોધ મહિલા કાર્યકરોએ ગેસના બાટલા સાથે વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...