પોસ્ટલ બેલેટની સ્થિત:કોંગ્રેસને 12, ભાજપને 8, આપને 4 , અન્યને 3 બેઠક પર પોસ્ટલ બેલેટના સરકારી મત સૌથી વધુ મળ્યા

મહેસાણા4 મહિનો પહેલાલેખક: ચિન્તેશ વ્યાસ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોસ્ટલ બેલેટના 38.54% કોંગ્રેસને, 35.80% ભાજપને, 21.36% આપને, 5.10% મત અન્યને મળ્યા

ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની 27 બેઠકો પર કુલ 46362 પોસ્ટલ બેલેટ એટલે કે, સરકારી મત હતા. જે પૈકી 38.54% મત કોંગ્રેસને, 35.80% મત ભાજપને, 21.36% મત આપને અને 5.10% મત અન્યને મળ્યા છે. બેઠક વાઇઝ સ્થિતિ જોઇએ તો, કોંગ્રેસને 12, ભાજપને 8, આપને 4 અને અન્યને 3 બેઠક પર સૌથી વધુ મત મળ્યા છે.મહેસાણાની 7 બેઠક પૈકી ભાજપને મહેસાણા, કડી અને ઊંઝા બેઠકમાં, કોંગ્રેસને વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં જ્યારે બહુચરાજીમાં આપને વધુ મત મળ્યા છે.

પાટણની 4 બેઠકમાં સિધ્ધપુરમાં ભાજપને અને બાકીની ત્રણેય બેઠકમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે. બનાસકાંઠાની 9 બેઠકમાં દાંતા, ડીસા અને કાંકરેજમાં ભાજપને, ધાનેરામાં અન્યને તેમજ 5 બેકઠ પર કોંગ્રેસને વધુ મત મળ્યા છે. સાબરકાંઠાની 4 બેઠક પૈકી માત્ર ઇડર બેઠક પર ભાજપને અને હિંમતનગર બેઠક પર કોંગ્રેસને વધુ મત મળ્યા છે. જ્યારે ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠક પર આપને વધુ મત મળ્યા છે. અરવલ્લીની 3 બેઠક પૈકી મોડાસામાં ભાજપને અને ભિલોડામાં આપને તેમજ બાયડમાં અન્યને વધુ મત મળ્યા છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પોસ્ટલ બેલેટની સ્થિત

જિલ્લોભાજપકોંગ્રેસઆપઅન્યકુલ
મહેસાણા35894001242763910656
પાટણ20853167610965958
બનાસકાંઠા552760091744111514395
સાબરકાંઠા296632172768899040
અરવલ્લી2054148023534266313
કુલ16221178749902236546362
અન્ય સમાચારો પણ છે...