સોમવારે ખેરાલુ અને વિજાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ તેમજ ઊંઝામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. જ્યારે કડી બેઠકમાં કોંગ્રેસના ડમી ઉમેદવારમાં મહિલાનું ફોર્મ ભરાયું છે. બહુચરાજીમાં ભારતીય રાષ્ટ્રવાદી પક્ષમાંથી ઉમેદવારી નોંધાઇ છે.ખેરાલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મુકેશકુમાર મોંઘજીભાઇ દેસાઇએ ફોર્મ જમા કરાવ્યું હતું. વિજાપુર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ચતુરસિંહ જવાનજી ચાવડા (સી.જે.ચાવડા)એ 4 સેટમાં ઉમેદવારીપત્ર ભર્યા છે. ઊંઝા બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટકુમાર કેશવલાલ પટેલે 4 ફોર્મ ભર્યાં છે.
બહુચરાજી બેઠક પર ભારતીય રાષ્ટ્રવાદી પક્ષમાંથી પ્રવિણકુમાર સી. પટેલે ઉમેદવારી નોધાવી છે. જ્યારે કડી બેઠકમાં કોંગ્રેસમાંથી કુસુમબેન પ્રવિણભાઇ પરમારે સોમવારે ફોર્મ ભર્યુ હતું. આમ, 5 બેઠક પર અત્યાર સુધી કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. હજુ મહેસાણા અને વિસનગર બેઠક પર એકપણ ફોર્મ ભરાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.