ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો નક્કી થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો મતદારોને રિઝવવામાં કોઈ કસર છોડવા નથી માગતા. મહેસાણાની ખેરાલું બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર મુકેશ દેસાઈએ મતદારોને સંબોધતા કહ્યું હતું કે, હું તમારી વચ્ચે ચોવીસ કલાક રહીશ. રાત્રે બે વાગ્યે પણ ફોન કરી લેજો. ભગવાનની સાક્ષીએ કહું છું.
નેતાજીએ જનતાને કહ્યું "તમારું દુઃખ એજ મારુ દુઃખ"
ખેરાલુ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર મુકેશ દેસાઈ હાલમાં પોતાન વિસ્તાર રહેતા મતદારોને પાસે જઈ રાત્રી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મુકેશ દેસાઈ એક સભામાં એવું કહેતા જોવા મળ્યા હતા કે પાંચ વર્ષ માં ચોવીસ કલાક હું તમારી વચ્ચે રહીશ,દરેક સમાજ નાતજાત સાથે મળી કામ કરીશ,તમને ના મનાતું હોય તો રાત્રે બે કલાકે ફોન કરી મદદ માંગી લેજો કે ભાઈ ખોટું તો નથી બોલતા ને, એમ કહી સ્થાનિક મતદારોને મુકેશ દેસાઈ વાયદાઓ વચનો આપતા નજરે પડ્યા હતા ત્યારે ખેરાલુમાં આ વખતે ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કાપી ભાજપે સરદાર ચૌધરીને ટિકિટ આપી છે ત્યારે આ બેઠક પટ ઉમેદવારના વાયદા વચનો કેટલા ફળે છે એ ચૂંટણી બાદ જાણી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.