12 ઉમેદવારો જાહેરકર્યા:કોંગ્રેસે ઉ.ગુ.ના વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા વિજાપુરમાં ડો.સી.જે.ચાવડાને ટિકિટ અપાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં મહેસાણાના એક સહિત ઉત્તર ગુજરાતના 12 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. વિજાપુર બેઠક પર ડો.સી.જે. ચાવડાને ટિકિટ અપાઇ છે. હજુ, મહેસાણા, બહુચરાજી, વિસનગર, ઊંઝા બેઠકની જાહેરાત બાકી છે. બનાસકાંઠામાં સિટિંગ ધારાસભ્યને ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે, પાલનપુર, દિયોદર અને કાંકરેજમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજુ યથાવત છે. જ્યારે વાવમાં ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપુત, ધાનેરામાં નથાભાઈ પટેલ, દાંતામાં કાંતિભાઈ ખરાડી, વડગામમાં જગ્નેશ મેવાણીને ટિકિટ આપી છે. પાટણ જિલ્લામાં રાધનપુરમાં રઘુભાઈ દેસાઈ, ચાણસ્મામાં દિનેશ ઠાકોર, પાટણમાં ડો. કિરીટ પટેલ, સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર, ખેડબ્રહ્મામાં તુષાર ચૌધરી અને મોડાસામાં રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...