તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:મહેસાણામાં ફાયર વિભાગ ના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણાં પર બેઠા, પોલીસે અટકાયત કરી

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર શાખામાં નોકરી આપવા મામલે 25 હજારની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરવા બાબતે કોંગ્રેસે ધરણાં યોજ્યા હતા

મહેસાણા પાલિકાના ફાયર શાખામાં નોકરીની લાલચ આપી બેરોજગાર યુવાનો પાસે રૂ 25 હજાર ઉઘરાવી ભ્રષ્ટાચાર આચરવા મામલે આજે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિત કેટલાક કાર્યકર્તા તોરણવાડી ચોક ખાતે ઉપવાસ પર બેઠા હતા. જોકે, પોલીસ આવીને કાર્યકર્તાની અટકાયત કરી હતી

મહેસાણા પાલિકાના ફાયર શાખામાં નોકરી આપવા મામલે 25 હજારની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરવા મામલે આજે મહેસાણા તોરણવાડી ચોક ખાતે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ અને મહિલા કોંગ્રેસ સમિતિના ડો મેઘા પટેલ સહિત કાર્યકર્તાઓએ આજે ધારણ કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા દોષિતો ને પ્રજા સામે લાવવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ હતી. જ્યારે આજે ધરણા સમયે પોલીસ મંજૂરી ના હોવાના કારણે પોલીસે ધારણા પર બેઠેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...