તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વિજાપુર મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કોરોનાની રસી લીધા બાદ મોત

મહેસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસીને કારણે નહીં હ્રદયરોગના હુમલામાં મોત થયું : આરોગ્ય અધિકારી
 • યુવકના પિતાએ કોરોનાની રસીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો

વિજાપુર મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગના હંગામી કોમ્પ્યુટર ઓપરેટરે કોરોનાની રસી લીધાના બે દિવસ બાદ તબિયત લથડતાં સારવાર દરમિયાન મોત થયું હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે. મહેસાણા સિવિલમાં મૃતકનું પીએમ કરાયું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે, તેણે એક સપ્તાહ પહેલાં રસી લીધી હતી અને રસીને કારણે નહીં પરંતુ હ્રદયના હુમલામાં મોત થયું છે. આ બાબતે તેમના પરિવારે મને કોઇ ફરિયાદ કરી નથી.

માલોસણ ગામના દશરથભાઇ દરજીએ કરેલા આક્ષેપ મુજબ, તેમના પુત્ર મિલનભાઇ દશરથભાઇ દરજી (37)એ ગત 6 ફેબ્રુઆરીએ કોરોનાની રસી લીધી હતી અને બે દિવસ બાદ તેને તાવ અને ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. ત્યાર બાદ તેને છાતી અને બરડામાં દુ:ખાવાની ફરિયાદ ઉઠતાં વિજાપુરના સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. પરંતુ તેમણે હ્રદયના સ્પેશિયાલિસ્ટને બતાવવા આપેલી સલાહને પગલે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં શુક્રવારે રાત્રે 12 વાગ્યે તેનું મોત થયું હતું. દશરથભાઇએ જણાવ્યું કે, રસી લીધા પહેલા તેને કોઇ તકલીફ નોહતી કે કોઇ બીમારી ન હતી. રસીને કારણે જ પુત્રનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો