મહેસાણાના વિસનગર ખાતે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક અભ્યાસ કરતી યુવતીને વિસનગરના વેપારીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 15 વખત દુષ્કર્મ આચર્યું હોવાની જાણ પોતાના પરિવારને કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ યુવતીએ પોતાના માતા પિતાને કરતા હાલમાં યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં વેપારી ચૌધરી વિપુલ ફુલજી ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિસનગર શહેરની અભ્યાસ કરતી 22 વર્ષીય એક યુવતીને વિસનગરના કાંસા એને ખાતે રહેતા ચૌધરી વિપુલભાઇ ફુલજી ભાઈ નામના વેપારીએ ત્રણેક વર્ષ અગાઉ યુવતીના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યુવતી સાથે ફોન પર વાતચીત ચાલુ કરી હતી. બાદમાં પીડિત યુવતીને આરોપી વિપુલ ચૌધરી વિસનગર ખાતે આવેલ ગંજ બજારમાં આવેલ પેઢીના ગોડાઉનમાં લઈ જઈ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
જોકે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આરોપી વિપુલે યુવતીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી પીડિત યુવતીના નગ્ન ફોટો વીડિયો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચારતો હતો. તેમજ ત્રણ વર્ષ દરમિયાન આરોપીએ યુવતીને બ્લેક મેલ કરી પોતાની પેઢીના ગોડાઉનમાં 15 વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
હાલમાં યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં ચૌધરી વિપુલભાઈ ફુલજીભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 376 (2) અને 506 (2) થતા આઇટી એકટ 2008 કલમ 66 (ઇ) 67 (એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.
આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે : પીઆઈ
તપાસ અધિકારી પીઆઇ બી.કે.પટેલે જણાવ્યું કે, ગુનો દાખલ કર્યા બાદ યુવતીને મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.