લગ્નજીવનમાં ભંગાણ:મહેસાણાની યુવતીને અમદાવાદનાં સાસરિયાંએ તગેડી મૂકતાં ફરિયાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણાની યુવતીને અમદાવાદનાં સાસરિયાં ત્રાસ આપી કાઢી મૂકતાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના કસ્બા આંબેડકર ચોકમાં રહેતા મહેશભાઇ ચૌહાણની દિકરી નિલમબેનના સાતેક વર્ષ પહેલા અમદાવાદના રાજપુરમાં રહેતાં જીગર હરગોવનભાઇ રાણા સાથે લગ્ન થયા હતા. બાદમાં દંપતીને પુત્રના જન્મ બાદ પતિને ચઢામણી કરીને સાસુ, સસરા, દિયર ત્રાસ આપતા હતા. જેમાં વારંવાર સમાધાન થયા બાદ પણ ત્રાસ આપી માર મારી દહેજની માંગણી કરતાં તકારાર થતાં છેવટે નિલમબેન મહેશભાઇ ચૌહાણે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે પતિ જીગર હરગોવનભાઇ રાણા, સસરા હરગોવનભાઇ ધનજીભાઇ પરમાર, સાસુ રંજનબેન હરગોવનભાઇ પરમાર, દિયર અંકિત હરગોવનભાઇ રાણા સામે ફરીયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...