તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વિજાપુરના ભીમરાવ નગરમાં નજીબી બાબતે બોલાચાલી થતાં ઘાતરી હુમલો, એકને ઇજા થતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અથડાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી

વિજાપુર શહેરમાં આવેલા ભીમરાવનગર પરમારવાસના નાકે પાનના ગલ્લા ઉપર ઉભા રહેલા મીત્રને એક ઈસમ વારંવાર અથડાઈ જતા કેમ અથડાઈને ચાલે છે તેમ કહેતા ઇસમે ઉશ્કેરાઈને મોઢા ઉપર તેમજ છાતીના ભાગે છરી વડે ઇજા પહોંચાડી તેમજ ધોકા વડે હાથેપગે ઇજા પોહચાડી માર મારતાં પોલીસ મથકે ત્રણ સામે ફરીયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ, શહેરના ભીમરાવનગર રહેતા કરણ કીશનભાઇ પરમાર તેમજ તેમના મીત્ર નીતિનભાઇ મોહલ્લાહના નાકે પાનના ગલ્લે ઉભા હતા તે સમય સંદીપ નામનો યુવક નિતીનભાઇને વારંવાર અથડાઈને ચાલતો હોઈ તેને કેમ વારંવાર અથડાય છે તેમ સમજાવી કહેવા જતા સંદીપે ઉશ્કેરાઈને તેના મામાને ઘેર જઈને છરી લાવીને ઝગડો કરવા જતાં છોડાવવા માટે વચ્ચે પડેલા કિરણ પરમારને મોઢા ભાગે તેમજ છાતીના ભાગે છરીના ઘા વાગ્યા હતા.

સંદિપ સાથે આવેલા જાગૃતિબેન તેમજ સુરેશે ધોકા વડે કિરણ પરમારના પગે ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. ત્યારબાદ કિરણ પરમારે સંદીપ તેમજ સુરેશ રમણભાઈ પંડયા તેમજ જાગૃતિબેન ભાનુભાઇ શ્રીમાળી સહીત ત્રણ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...