તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર-પુત્રી સામે ફરિયાદ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કોર્પોરેટર અયુબભાઈ બેલીમ સામે ફરિયાદ કરવાની અદાવત રાખીને માર માર્યાની ફરિયાદ

મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અયુબભાઈ બેલીમના પુત્ર અને પુત્રી સહિત 3 સામે માર માર્યાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. અયુબભાઈનો જમાઈ દિકરીથી અલગ રહેતો હોવાથી અયુબભાઈના પુત્ર અને પુત્રીએ અયુબભાઈ સામે ફરિયાદ કેમ કરે છે તેમ કહીને પાઈપ, બેઝબોલ અને ધોકાથી માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. શોભાસણ રોડ પર સાહિલ સોસાયટીના વિભાગ-3માં રહેતાં મોહસિનખાન હૈદરખાન પઠાણે મંગળવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કસ્બાના પંખીયાવાસમાં રહેતાં અયુબભાઈ બેલીમની દિકરી સોફિયા સાથે 13 વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા.

પત્ની સોફિયા સાથે અણબનાવ બનતા બે વર્ષથી તેઓ પરિવારથી અલગ રહે છે. તા.12-7-2021ના રોજ તેઓ રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે ઓફિસ બંધ કરીને ઘર તરફ જતા હતા તે દરમિયાન શાલીમાર રોડ મસ્જિદની સામે તેમના સાળા બેલીમ રિઝવાને રોકીને તુ અમારા પિતાજી ઉપર કેમ ફરિયાદો કરે છે તેમ કહીને પાઈપ જેવુ હથિયાર માર્યુ હતુ.

તેનો પક્ષ લઈને શાહરૂખ ડોન અને તેની પત્ની સોફિયા આવી ગયા હતા. સોફિયાએ હાથમાં બેઝબોલની સ્ટીક વડે અને શાહરૂખે ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વચ્ચે પડીને સગાસંબંધીએ છોડાવ્યો હતો. પોલીસે રિઝવાન અયુબભાઈ બેલીમ, શાહરૂખ ડોન અને સોફિયા મોહસિનખાન પઠાણ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સોફિયાબાનુએ પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી
આ ઘટના બાદ અયુબભાઈ બેલીમની દિકરી સોફિયાબાનુએ તેના પતિ મોહસિનખાન હૈદરખાન પઠાણ અને તેના દિયર પરવેઝખાન સામે તેણીનો 10 તોલાનો દોરો ગીરવે મૂકીને દહેજની માંગણી કર્યાની તેમજ પતિ અને દિયર માર મારતા હોવાની ફરિયાદ આપી હતી. પોલીસે સોફિયાબાનુનુ નિવેદન લઈને બુધવારે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી મોહસિનખાન અને પરવેઝખાન સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...