રાવ:નેતાજીનગર સોસા.ની જમીન પર દબાણ કરનાર સાત સામે ફરિયાદ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન મળ્યું

મહેસાણા શહેરના ગુજરાત હાઉસીંગ ફ્લેટની પાછળ આવેલા નેતાજીનગર કો.ઓ.હા.સોસાયટી લી.ની જમીન પર 7 વ્યક્તિઓએ ઝુંપડાં બાંધી દબાણ કર્યું છે. આ અંગે હાઉસીંગ સોસાયટીના પ્રમુખે વારંવાર દબાણ દૂર કરવાનું કહેવા છતાં દબાણ દૂર ન થતાં જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે દબાણ કરનાર 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરના નેતાજીનગર કો.ઓ.હા.સોસાયટી લી.ના પ્રમુખ મહેન્દ્રકુમાર ત્રિભોવનદાસ ગોકલકરે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, નેતાજીનગરની સર્વે નંબર 1557 પૈકી 7/1 વાળી જમીનમાં ગત તા. 31 ડિસેમ્બર 2019 થી સાત વ્યક્તિઓએ દબાણ કરી ઝુંપડાં બાંધી રહી રહ્યા છે.

આ જમીનમાં મકાન બનાવવાના હોઇ તેઓએ અગાઉ સાતેય વ્યક્તિઓને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. આ સાથે અગાઉ જિલ્લા કલેક્ટરને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતાં આખરે તેઓએ બુધવાર 7.50 કલાકે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ 7 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

  • પ્રકાશ વીરાભાઇ મારવાડી
  • અમરત પપ્પુભાઇ મારવાડી
  • ઇસ્માઇલ લક્ષ્મણભાઇ મારવાડી
  • રાધાબેન ગણેશજી ઠાકોર
  • પપ્પુ ખસાજી મારવાડી
  • નિબા કેશાજી મારવાડી
  • મસરૂ વિરમાજી મારવાડી
  • (તમામ રહે.ગુજરાત હાઉસીંગ ફ્લેટની પાછળ, મહેસાણા)
અન્ય સમાચારો પણ છે...