કાર્યવાહી:મહેસાણાના ટીબી રોડ ઉપર મારામારી કરનારા સાત બુટલેગરો સામે ફરિયાદ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર્યવાહી ન કરતાં કોર્પોરેટરે એસપીને લેખિત રજૂઆત કરી હતી

મહેસાણાના ટીબી રોડ ઉપર 3 દિવસ અગાઉ બુટલેગરોએ મચાવેલાં આતંક મામલે પોલીસે ફરિયાદી બનીને 1 મહિલા સહિત 7 સામે ગુનો નોંધ્યો છે. 5 દિવસ અગાઉ પરશુરામ ગાર્ડન પાસે અને 3 દિવસ અગાઉ ધારા વિદ્યાલયની બાજુમાં દિનેશ હવેલીના મકાનમાં તેમજ વાહનોની તોડફોડ કરીને બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. બંને પક્ષોએ સમાધાન કરી લીધું હોવાનુ કહીને પોલીસે ફરિયાદ નહીં નોંધતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

તા.2-10-2021ના ધોળે દહાડે દિપક ઠાકોરના બહુચર પાર્લર ઉપર દિનેશના માણસોએ તોડફોડ કરી નુકસાન કર્યું હતંુ. અદાવત રાખી શકરાજીના માણસોએ બે દિવસ બાદ ધોળે દહાડે દિનેશ હવેલીના મકાનમાં અને વાહનોની તોડફોડ કરી હતી.

આ બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ
1.દિપક શકરાજી ઠાકોર રહે. ટીબી રોડના છાપરા, મહેસાણા
2.સુનિલ શકરાજી ઠાકોર રહે. ટીબી રોડના છાપરા, મહેસાણા
3.સજનબેન શકરાજી ઠાકોર રહે. ટીબી રોડના છાપરા, મહેસાણા
4.ભરત વિહાજી ઠાકોર રહે. ટીબી રોડના છાપરા, મહેસાણા
5.દિનેશ ઉર્ફે હવેલી ધનાજી ઠાકોર રહે.ધારા સ્કુલ પાસે, ટીબી રોડ
6.સંદિપ ઉર્ફે કલરીયો ભૂપતભાઈ ઠાકોર રહે.ધારા સ્કૂલ પાસે, ટીબી રોડ
7.ઈશ્વરજી ધનાજી ઠાકોર રહે.ધારા સ્કૂલ પાસે, ટી.બી રોડ

અન્ય સમાચારો પણ છે...