તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પરવાના વિના ફટાકડા વેચતાં મહેસાણામાં એક, બુડાસણમાં બે સામે ફરિયાદ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણામાં ટાઉનહોલ પાસે સુરક્ષા સાધનો વગર ફટાકડાનું વેચાણ કરતાં એક લારી ધારક, કડીના બુડાસણ માં ફટાકડાનું વેચાણ કરતાં બે સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.મહેસાણા સહિત જિલ્લામાં પરવાના વગર ફટાકડા વેચાણની બુમરાડ બાદ આખરે પોલીસ હરકતમાં આવી છે. મહેસાણામાં નવા ફુવારા સર્કલ દિનદયાળ ટાઉનહોલ પાસે એ ડિવિઝન પોલીસે એક્સ્ટીંગગ્યુસર, રેતી, પાણીની ડોલ વગેરે સુવિધાઓ ન હોઈ તેમજ દિવાળી દરમ્યાન ફટાકડાનો હંગામી પરવાનો ન હોઇ લારીધારક આતીબ ઉર્ફે અપ્પુ અયુબભાઇ સિપાઇ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. કડીના બુડાસણ બસ સ્ટેશનની સામે મહાકાળી પાન પાર્લર આગળ જાહેરમાં બે કેબીનમાં પરવાના વગર સ્ફોટક પદાર્થના ફટાકડા વેચાણ થતાં કડી પોલીસે વિવિધ ફટાકડા કબજે લઈ લારી અને કેબિન ધારકા ભાવેશભાઇ સંજયભાઇ પટેલ અને મયુરભાઇ ભરતભાઇ પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો