હુમલો:વડનગરમાં સામાન્ય ઝઘડામાં મહિલાને માર મારી ઝેરી દવા પીવડાવનારા ચાર વ્યકિત સામે ફરિયાદ, મહિલાને સારવાર માટે ખસેડાઈ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારીયા થી હુમલો કર્યા બાદ મહિલા ને ઝેરી દવા પીવડાવી

વડનગર તાલુકાના એક ગામમાં સામાન્ય બાબતમાં એક મહિલાને ગામની જ એક માહિલા સહિત ત્રણ ઈસમોએ ભેગા મળીને ઝેરી દવા પીવડાવી દેતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે ગામ માં મહિલા નો પુત્ર અને ભત્રીજો પોતાનું બાઇક લઈને દૂધ ભરાવા જતા હતા એ દરમિયાન રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબત ઝઘડો થવા પામ્યો હતો જેમાં મહિલા વચ્ચે પડતા તેને ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ઝેરી દવા પીવડવામાં આવતા તેણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.

વડનગર તાલુકા ના સિપોર ગામમાં રહેતી ઠાકોર ચકુબેન જે ગામ માં પોતાના પતિ અને બાળકો સાથે રહે છે જે સાંજ ના સમયે તેઓનો પુત્ર અને ભત્રીજો બાઇક લઈને પોતાના ઘરે થી દૂધ ભરાવવા નીકળ્યા હતા. જ્યાં ઠાકોર કિશનજી નામના ઈસમ ના ઘર પાસે આવતા કીર્તિસિંહ અને કિશનજી એ બાઇક રોકાવી મહિલાના પુત્ર ને કહેલ કે તું કેમ અહીંથી નીકળે છે તેવું કહી ને ધારીયું લઈને મારવા આવતા ઝઘડો થયો હતો.

જેમાં મહિલા ને જાણ થતાં મહિલા ત્યાં પહોંચી હતી ત્યારે કીર્તિસિંહ નામના ઇસમે ચકુબેન ને પગે થાપાના ભાગે ધારીયું માર્યું હતું તેમજ ઝઘડો કરનાર અન્ય એક યુવક કિશનજી ની માતા સૂર્યાબેન પણ ચકુંબેન નામની મહિલા પર બેસી જઇને ઉભેલા કુબેરજી ને કહેવા લાગી હતી કે આજે આને દવા પીવડાવી મારી નાખો તેવું કહી મહિલા સહિત ત્રણ ઈસમો ભેગા મળીને મહિલા ને જબરજસ્તી થી ઝેરી દવા પીવડાવી દેતા મહિલા બેભાન થઈ ગઇ હતી જેથી ઘટના સ્થળે મહિલા ના પતિ આવી પહોંચતા 108 મારફતે મહિલા ને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ભાન માં આવ્યા બાદ મહિલા એ ઝેરી દવા પીવડાવવા મામલે એક માહિલા સહિત ત્રણ ઈસમો સામે નામજોગ ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...