મહેસાણા શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે બનાવવામાં આવેલા નવા કોમ્પ્લેક્ષની દુકાનોના વેચાણમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ તેમજ ટેન્ડર એગ્રીમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે સુવિધાઓ ઉપલબ્ધ નહિ કરાવીને છેતરપિંડી આચરવામાંમાં આવી હોવાના સંદર્ભે મહેસાણા કાર્યપાલક ઈજનેર સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યા બાદ આજે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ છે.
મહેસાણા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા જિલ્લા પંચાયતના કોમ્પલેક્ષના દુકાનોના વેચાણમાં ખોટા દસ્તાવેજના મામલે કાર્યપાલક ઇજનેર સહિત ચાર સામે ફરિયાદ નોંધાઇ છે. જિલ્લા પંચાયતના જૂના શોપિંગ સેન્ટર જર્જરિત બનતા નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડર પક્રિયા થઈ હતી. જેમાં અગાઉ કોમ્પ્લેક્ષની સુવિધા અંગે બિલ્ડરો સાથે પૂછપરછ કરતા તેમણે વાહનો માટે, રસ્ત, ફાયર, સેફ્ટી, સીસીટીવી, ગ્રીલ અને પાણી સહિતની સુવિધાઓની સાથે 99 વર્ષના ભાડા પટ્ટામાં 30 વર્ષ સુધી ભાડામાં પાંચ ટકા વધારો કરાશે તેમજ 69 વર્ષ સુધી ભાડું નહિ ચૂકવવાનું અને શરતો ટેન્ડરો એગ્રીમેન્ટમાં ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ દુકાનની વેચાણ કિંમત રૂ 9.31 લાખની રકમ ચૂકવી દીધી હતી, પરંતુ વેચાણ દસ્તાવેજ કરવાનું કહેતા બિલ્ડરે 12 ટકા જીએસટી અને મેઈન્ટેનસ પેટે રૂ 50 હજારની માંગ કરતા ખરીદનાર પાસેથી વધુ પૈસા પડવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો .
શોપિંગ સેન્ટર બનાવવા વિકાસ કમિશનર મંજૂરી મેળવેલી ન હોવાથી તેનું ટાઇટલ સંપુન ક્લિયર ન હોવા છતાં ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ આચરી હોવાનો ઉલ્લેખ સાથે ફરિયાદી હર્ષદ રાવલે મદદ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેની સુનાવણી મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમાર પૂજા રાઠોડ સમક્ષ ચાલી જતા એડવોકેટ ભરત પટેલની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે જિલ્લા પંચાયત ના કાર્યપાલક ઈજનેર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ચાર સામે ફરિયાદ
હરેશ પટેલ, મહેસાણા (કાર્યપાલક
ઈજનેર)
ચંદ્રકાન્ત સોમાભાઈ પટેલ
બાન્ધવ પટેલ
સાગર પટેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.