ફરિયાદ:મહેસાણા શહેરના ખેડૂતની જમીન ચાઉં કરનારા વકીલ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના શખ્સોએ ખેડૂતની ખોટી સહીઓ કરી પાવર ઓફ એટર્ની બનાવી, બોગસ દસ્તાવેજ બનાવી મામલતદારમાં એન્ટ્રી પણ પડાવી લીધી

મહેસાણામાં રહેતા ખેડૂતની લીંચ ગામમાં આવેલી જમીનની ખોટી સહીઓ કરી પાવર ઓફ એટર્ની બનાવી લેનાર ભાવનગર 4 શખ્સો અને મહેસાણાના વકીલ સહિત કુલ 5 શખ્સો સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ પરના સરદારધામમાં રહેતા અને મેડિકલ પ્રેક્ટિસ સાથે ખેતી કરતા ધર્મેશ પ્રહલાદભાઈ પટેલ (45)ને ગત 30 એપ્રિલના રોજ પિતરાઇ ભાઈએ તેમની લીંંચ ગામે આવેલી જમીનની બારોબાર પાવર ઓફ એટર્ની થઈ હોવાની વાત કરી હતી.

જેને લઈ ખેડૂતે જમીનના ઉતારા કઢાવતા ખ્યાલ આવ્યો હતો કે તેમની ખોટી સહીઓ કરી ભરતભાઇ બાબુભાઇ મોરડીયા (રહે. બુટમાની ડેલી વિસ્તાર, ભાવનગર, મુળ રહે. વરતેજ તા.જી.ભાવનગર) સંજય બાબુભાઇ ચૌહાણ (રહે.દરેડ તા.જી.ભાવનગર) અને જગદીશભાઇ ભુલાભાઇ પટેલ, જયેશભાઇ જયંતીભાઇ કનોજીયા (રહે.ભાવનગર) મહેસાણા વકીલ એન. એમ. પ્રજાપતિ સાથે મળી લીંચ ગામની સર્વે નંબર 742 વાળી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવ્યો હતો.

તેમજ ભરતભાઇ મોરડીયાના નામનો બોગસ દસ્તાવેજ બનાવી મામલતદાર કચેરીમાં એન્ટ્રી પણ કરાવી દીધી હતી. આ મામલે ખેડૂતે બુધવારે વકીલ સહિત કુલ 5 શખ્સો સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...