મહેસાણા તાલુકાના ખારા ગામમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ અંગે બંને જૂથના કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. ખારા ગામના કડિયાકામ કરતા કાંતિજી દિવાનજી ઠાકોરના મહોલ્લામાં રહેતા ભગાજી ઠાકોરને ભરતજી, વિશાલજી, પારખાનથી સાથે ત્રણ માસ પહેલાં માથાકૂટ થઇ હતી. જેની કાંતિજીએ ફરિયાદ કરી હતી તેની અદાવતમાં કાંતિજી કડિયાકામ કરી ઘરે પરત આવતા હતા. ત્યારે ભગાજી ઠાકોર સહિતે ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં કાંતિજી ઠાકોરને ઇજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કાંતિજી ઠાકોરે ગામના ભગાજી રંગાજી ઠાકોર, ભરતજી રંગાજી, વિશાલજી જહવનજી અને પારખાનજી સરદારજી ઠાકોર વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ભગાજી રંગાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહોલ્લામાં તેમના કુટુંબી ભાઇ અમરતજી ઠાકોરના ઘરે નશાની હાલતમાં કાંતિજી ઠાકોર ગયા હતા અને ઘરના સભ્યો સાથે માથાકૂટ કરી હતી. જે બાબતે જાણ થતાં તેમને સાંજે મહોલ્લામાં ઠપકો આપવા જતાં ઉશ્કરાઇ જઇ કાંતિજી ઠાકોર સહિતે મારમારી કરી હતી. જેમાં ભગાજી ઠાકોરને ઇજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ભગાજી ઠાકોરે કાંતિજી દિવાનજી ઠાકોર, અજમલજી કુંભાજી, અલ્પેશજી અજમલજી અને ખોડાજી હરિજી ઠાકોર વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.