તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પ્રેમલગ્ન કરનાર યુવકના આપઘાત કેસમાં 13 સાસરિયાં સામે ફરિયાદ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • લાડોલના યુવકે એક વર્ષ અગાઉ ગળે ટૂંપો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું
 • સ્યુસાઇડ નોટના એફએસએલ રિપોર્ટ બાદ લાડોલ પોલીસે ફરિયાદ નોંધી

પ્રેમલગ્ન કરવાના મુદ્દે અસહ્ય ત્રાસ આપનારાં સાસરિયાંથી કંટાળી લાડોલના યુવકે બે વર્ષ અગાઉ કરેલા આપઘાતના કેસમાં લાડોલ પોલીસે સ્યુસાઇડ નોટનો રિપોર્ટ આવતાં 13 સાસરિયાં સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે.વિજાપુર તાલુકાના લાડોલ ગામે રોહિતવાસમાં રહેતા બાબુભાઇ શંકરભાઇ પરમારના પુત્ર ઇન્દ્રવદને વિજાપુરના સુંદરપુર ગામની જીજ્ઞાશા ગીરીશભાઇ પરમાર સાથે પ્રેમસંબંધ બંધાતાં લગ્ન કર્યાં હતાં.

જે યુવતીના પરિવારને પસંદ ન હોઇ વિવાદ ચાલતા હતા. સાસરિયાંનો ત્રાસ અને દબાણ વધતાં કંટાળેલા ઇન્દ્રવદને 6 જાન્યુઆરી, 2019એ પોતાના ઘરે ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત પૂર્વે તેણે લખેલી ચિઠ્ઠી પોલીસે એફએસએલમાં મોકલી આપી હતી. લાડોલ પોલીસે જે-તે સમયે અકસ્માત મોતની નોંધ કરી હતી.

આ કેસમાં મૃતક ઇન્દ્રવદનના કુદરતી હસ્તાક્ષર અને ચિઠ્ઠીના હસ્તાક્ષર એક જ હોવાનું એફએસએલએ સર્ટી આપતાં બનાવના બે વર્ષે મૃતકના પિતા બાબુભાઇ પરમારે લાડોલ પોલીસ સ્ટેશનમાં પુત્રના સસરા સહિત 13 સાસરિયાં સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ જી.એ. સોલંકીએ જણાવ્યું કે, આ ગુનામાં આરોપી ગીરીશ ધુળાભાઇ પરમાર, રમેશ ધુળાભાઇ પરમાર અને બંસી ધુળાભાઇ પરમારની ધરપકડ કરી મહેસાણા કોર્ટમાં રજૂ કરાયા છે.

આ 13 શખ્સો સામે લાડોલ પોલીસમાં ફરિયાદ
1.ગીરીશભાઇ ધુળાભાઇ પરમાર
2.બંસીભાઇ ધુળાભાઇ પરમાર
3.મંજુલાબેન બંસીભાઇ પરમાર
4.રમેશભાઇ ધુળાભાઇ પરમાર
5.કુસુમબેન રમેશભાઇ પરમાર
6.જશવંતભાઇ ધુળાભાઇ પરમાર
7.ધુળીબેન ધુળાભાઇ પરમાર
(તમામ રહે. સુંદરપુર, તા.વિજાપુર)
8.છનાભાઇ હીરાભાઇ પરમાર
9.કમળાબેન છનાભાઇ પરમાર
(બંને રહે.અમદાવાદ)
10.અનિલભાઇ ઇશ્વરભાઇ પરમાર
11.લત્તાબેન અનિલભાઇ પરમાર
12.હર્ષદભાઇ નાથાભાઇ પરમાર
13. હંસાબેન હર્ષદભાઇ પરમાર
(ત્રણે રહે.કલોલ, જિ.ગાંધીનગર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો