ફરિયાદ:મહેસાણા રેલવે સ્ટેશન ઉપર યુવકના આપઘાત મુદ્દે 3 માસ બાદ ફરિયાદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીના આસજોલના યુવકે સુસાઈડ નોટ લખી, ટ્રેનમાં પડીને આપઘાત કર્યો હતો, આંગડીયા પેઢીના 2 માલિકો સામે ગુનો નોંધ્યો

મહેસાણા રેલવે સ્ટેશન ઉપર 3 માસ અગાઉ આંગડીયા કર્મીએ કરેલા આપઘાત મામલે રેલવે પોલીસે આંગડીયા પેઢીના 2 માલિકો સામે ફરિયાદ નોંધી છે. બહુચરાજીના આસજોલ ગામના આશિષ પટેલે સુસાઈડ નોટ લખી, ટ્રેનમાં પડીને 2 ઓક્ટોબર 2021 ના રોજ આપઘાત કર્યો હતો. મહેસાણા રેલવે સ્ટેશન ઉપર 2 ઓક્ટોબર 2021 ના રોજ બહુચરાજીના આસજોલ ગામના આશિષ પરસોત્તમભાઈ પટેલે ટ્રેનમાં પડીને આપઘાત કર્યો હતો. રેલવે પોલીસને મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી હતી.

જેમાં આંગડીયા પેઢીના માલિક સંજય અને જયેશ સામે હેરાનગતિનો આક્ષેપ કરીને તેમના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યુ હતુ. જે તે સમયે જાણવા જોગ નોંધીને સુસાઈડ નોટ એફએસએલમાં મોકલાઈ હતી. સુસાઈડ નોટ આશિષ પટેલની હોવાનું સાબિત થતાં રેલવે પોલીસે મૃતક આશિષ પટેલના પિતા પરસોત્તમભાઈ પટેલની ફરિયાદના આધારે રાજેશકુમાર જયેશકુમાર આંગડીયા પેઢીના માલિક સંજય અને જયેશ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતક આશિષ પટેલ રાજેશકુમાર જયેશકુમાર આંગડીયા પેઢીની પુનામાં નોકરી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...