વિવાદ:ફાયર શાખામાં કર્મીઓનાં ઉઘરાણાં મામલે પોલીસ ફરિયાદ કરો : કોંગ્રેસ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકામાં ઉઘરાણાનો વિવાદ ચગ્યો, વિપક્ષની ચીફ ઓફિસરને રજૂઆત
  • "કોના ઇશારે ઉઘરાણું કરાતું હતું' તે બહાર લાવવા પોલીસ તપાસ જરૂરી

મહેસાણા પાલિકાની ફાયર શાખામાં આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં રૂ.25 હજારના ઉઘરાણા કોના ઇશારે કરવામાં આવતા હતા, તેની પૂરતી તપાસ થાય અને પ્રકરણ બહાર આવે તે જરૂરી હોઇ એસીબીમાં કે પોલીસ ફરિયાદ દાખલ કરવા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ શુક્રવારે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. વિપક્ષની પોલીસ કાર્યવાહીની માંગ સાથે હવે ઉઘરાણા પ્રકરણ વિવાદમાં આવી ગયું છે.

વિપક્ષ નેતા કમલેશ સુતરિયા, અમીત પટેલ સહિત કોંગી સદસ્યો દ્વારા ચીફ ઓફિસર અલ્પેશ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ફાયર શાખાના આઉસ સોર્સિંગ કર્મીઓ દ્વારા તેમના સાથી કર્મચારીઓ પાસેથી નોકરી માટે રૂ.25 હજાર ઉઘરાવાઇ રહ્યા છે તે ધ્યાને આવતાં ફક્ત બે કર્મીઓને નોકરીમાંથી દૂર કરી સંતોષ માનવો જોઇએ નહીં.

આ પ્રકરણમાં બીજા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોઇ શકે તેના મૂળ સુધી જવું જોઇએ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. કોના કહેવાથી, કોના ઇશારે ઉઘરાણું કરાતું હતું તેની પૂરતી તપાસ થાય અને બહાર આવે તે જરૂરી હોઇ આ પ્રકરણ બાબતે એસીબીમાં કે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી તટસ્થ તપાસ કરાવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...