તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા જિલ્લામાં ધારાસભ્યની સરાહનીય કામગીરી, 35 લાખની ગ્રાન્ટ વિસનગર સિવિલને ફાળવી

મહેસાણા3 મહિનો પહેલા
  • ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સંજીવની બની વિસનગર સિવિલ હોસ્પિટલ
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ સહિત વિવિધ સુવિધા મળશે

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જે પ્રકારે કોરોનાની બીજી લહેર ખૂબ આકરી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કોરોના દર્દીઓ માટે સ્થાનિક ધારાસભ્ય, સેવાભાવિ લોકોના પ્રયાસથી વિસનગર સિવિલમાં ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના થઇ રહી છે. વિસનગર સિવિલમાં ધારાસભ્યના પ્રયાસથી દાતાઓના દાનની સરવાણી થતા 40 પોઇન્ટ ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં ધારાસભ્યે 35 લાખની ગ્રાન્ટ વિસનગર સિવિલને ફાળવી છે.

135 દર્દીઓમાંથી 100 દર્દીઓ સ્વસ્થ થયા

હાલમાં આ સરકારી હોસ્પિટલમાં કુલ 135 જેટલા દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. જેમાંથી 100 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. વિસનગરમાં ગરીબ અને મધ્યમવર્ગ સહિતના દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર આપતી વિસનગર સિવિલ હોસ્પિટલ આજે ખરા અર્થમાં દર્દીઓ માટે સંજીવની રૂપ સાબિત થઈ છે. અહીં સ્થાનિક ધારાસભ્ય દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓમાં વધારો કરવા માટે ગ્રાન્ટ ફાળવતા વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેશન અને અદ્યતન બેડની સુવિધા પ્રાપ્ત થશે.

વાની કિટ નિઃશુલ્ક દર્દીઓને આપવામાં આવી છે

વિસનગર એપીએમસીના ચેરમેન એવા ધારાસભ્ય ઋષિકેશ પટેલમાં પ્રયાસ થી એપીએમસી દ્વારા તાલુકાના ગામે ગામ દર્દીઓની ઘરે બેઠા સારવાર માટે આઇએમએ અને સરકારી તબીબોના સહયોગથી કોરના સામેની લડતમાં 1 દિવસમાં 1 તબીબ દ્વારા 4 ગામમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી દવાની કિટ નિઃશુલ્ક આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેને લઈ અત્યાર સુધીમાં કુલ 4500 લોકોની તપાસ કરી એપીએમસી દ્વારા આપવામાં આવેલ દવાની કિટ નિઃશુલ્ક દર્દીઓને આપવામાં આવી છે. તો કુલ 9000 કીટ તૈયાર કરાઈ છે. આમ આજે વિસનગરના સ્થાનિક ધારાસભ્યએ ખરા અર્થમાં મહામારી સમયે નાગરિકોની પડખે ઉભા રહી પ્રજાના પ્રતિનિધિ તરીકેની ફરજ અદા કરી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...