આત્મનિર્ભર ગ્રામયાત્રા:શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લામાં ગોઝારીયાથી આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરાશે
  • જિલ્લાના 12 વિભાગોના કુલ રૂ. 3357.10 લાખના કામોનું ખાતમુર્હુત/લોકાર્પણ થશે

મહેસાણા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ ગોઝારીયા ગામેથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવશે. જેના અંતર્ગત જિલ્લા પંચાયતની તમામ બેઠકોમાં ગ્રામયાત્રાના રથો દ્વારા વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ કરવામાં આવશે. જિલ્લાના 12 વિભાગો દ્વારા આ ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરાશે.

જેમાં 12 વિભાગોના કુલ રૂ. 3357.10 લાખના કામોનું ખાતમુર્હુત/લોકાર્પણ થશે. આ ઉપરાંત જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન, વિવિધ કેમ્પ અને નિદર્શન શિબિરો, યોજનાકીય લાભોના પેમ્પ્લેટ વિતરણ, પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન યોજાશે.

દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની’’ ઉજવણી થઇ રહી છે. જેમાં આત્મનિર્ભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ આશયથી CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 18 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં ત્રિદિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...