• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Colorful Lighting On The Theme Of Tricolor At Modhera Surya Mandir As The Target Of 100 Crore Doses Of Vaccine Is Completed In The Country

ઉજવણી:દેશમાં વેક્સિનનાં 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થતા મોઢેરા સૂર્ય મંદિરમાં તિરંગાની થીમ પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • જિલ્લાના અલગ- અલગ સેન્ટરો પર રોશની અને રંગોળી કરાઇ
  • સિવિલ હોસ્પિટલ ખાતે સિમાચિહ્નરૂપ સિદ્ધિની અનોખી ઉજવણી કરાઇ

દેશભરમાં કોરોનાની રસી આપવનો આંક 100 કરોડને પાર થયો છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે મોઢેરા સૂર્ય મંદિરમાં તિરંગાની થીમ પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવ્યુ હતું. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિર રાત્રી દરમિયાન તિરંગાની થીમ પર રોશની કરવામાં આવી હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન

જિલ્લાના અલગ- અલગ સેન્ટરો પર રોશની અને રંગોળી કરવામાં આવી હતી.

દેશભરમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેની ઉજવણીના ભાગરૂપે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અઘ્યક્ષ સ્થાને સિમાચિહ્નરૂપ સિદ્ધિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે ગત તા.16 જાન્યુઆરી,2021થી દેશભરમાં શરૂ કરવામાં આવેલા કોવિડ વેક્સિનેશન અભિયાન અંતર્ગત આજદિન સુધી કોરોના પ્રતિરોધક રસીના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં આ સિમાચિહ્નરૂપ સિદ્ધીની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં તબીબો, નર્સીંગ સ્ટાફ તથા આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં સુરક્ષિત રસીકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતવર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે. માત્ર 10 મહિનાના ટૂંકાગાળામાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જે વિશ્વ કક્ષાએ પણ એક સિદ્ધિ છે. રાજ્યની સાથે સાથે મહેસાણા જિલ્લો પણ વેક્સિનેશનની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે. જે લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવાની બાકી હોય તે તમામને સત્વરે રસીકરણ કરાવવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લાના 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 13,94,084 વધુ લોકોને રસીનો પ્રથમડોઝ તથા 7.99,932 લોકોને રસીનો બીજા ડોઝ સહિત કુલ 21,94,016 ડોઝ રસી આપવામાં આવી છે.

આ ઉજવણીના ભાગરૂપે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રને સમર્પિત વેક્સિનેશનની થીમ પર રંગોળી પૂરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,પ્રાન્ત અધિકારી વિસનગર,નાયબ પોલીસ અધિક્ષક,સિવિલ સર્જન એચ.એન.પરમાર,જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડો ભરત સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો અશોકભાઇ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...