અકસ્માત:શહેરના માનવ આશ્રમ ચોકડી પાસે આઈસર અને બસ વચ્ચે ટક્કર, મુસાફરોનો આબાદ બચાવ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બસના કાચ અને સાઈડના પડખાને નુકસાન

મહેસાણા શહેરમાં બસ અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો જોકે શહેરના માનવ આશ્રમ ચોકડી પાસે આવતાની સાથે જ બીજી બાજુથી આવી રહેલ આઇસર RJ19 GG 9501ના ચાલકે બસને ટક્કર મારતા બસ GJ18Z3809 ને નુકશાન પહોંચ્યું હતું જોકે બસ માં બેસેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, બાદમાં ડ્રાઇવરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

​​​​

મહેસાણા શહેરમાં સરકારી બસ અને આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં વિસનગર ડેપોની વિસનગર મહેસાણા બસને સાંજના સમયે એક પુરઝડપે આવી રહેલ આઇસરે જોરદાર ટક્કર મારતા બસ ના કાચ પણ તૂટી ગયા હતા જોકે ઘટના માં મુસાફરો નો આબાદ બચાવ થયો હતો, અકસ્માત સર્જનાર આઇસર સાંઈબાબા રોડ પર થી ગફલત ભરી પુરઝડપે આઇસર હંકારી આવી માનવ આશ્રમ થઈ ને વિસનગર જઇ રહેલા બસ ને આ આઇસર ના ચાલકે ટક્કર મારી હતી ત્યારે અકસ્માત માં બસ ના કાચ અને પડખુ તૂટી જતા રૂપિયા 30 હજાર નું નુકશાન થતા બસ ના ડ્રાઇવરે આઇસરના ચાલક સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી,