• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Collector Udit Agarwal Honored In New Delhi For Outstanding Performance By National Commission For Children And Narcotics Control Bureau

મહેસાણાનાં કલેક્ટરનું સન્માન:રાષ્ટ્રીય બાળ આયોગ અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ નવી દિલ્હીમાં કલેક્ટર ઉદિત અગ્રવાલનું બહુમાન

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલનું નવી દિલ્હી ખાતે બુધવારે જિલ્લાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તથા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્રારા કરાયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. “એક યુદ્ધ નશે કે વિરુદ્ધ” બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદે હેરફેર રોકવા માટે સંયુક્ત કાર્યયોજનાના રોલઆઉટ પર રાષ્ટ્રીય સ્તરની સમીક્ષા કરાઇ હતી. જેમાં કલેક્ટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી સુંદર કામગીરી કરવા બદલ બેસ્ટ પર્ફોમન્સ જિલ્લા તરીકે મહેસાણાની પસંદગી થતાં બહુમાન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી દ્રારા સમગ્ર ભારતમાં 272 જિલ્લામાં "નશામુક્ત ભારત અભિયાન"ની શરૂઆત 15 ઓગસ્ટ 2020થી કરાઇ હતી. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્રારા ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોનો બચાવ" અંર્તગત જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાન બનાવાયો હતો. જે અંતર્ગત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્રારા બાળકો સાથે કામ કરતાં વિભાગો સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમો, વ્યસનમુક્તિ રથ, શાળા-કોલેજોમાં નશામુક્ત અંતર્ગત ઓનલાઇન ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા, પેઇન્ટિંગ સહિત સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...