હવામાન:મહેસાણામાં દિવસભર ઠંડો પવન ફૂંકાયો,લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં દિવાળી બાદ શિયાળાની જમાવટ થઇ રહી છે. મંગળવારે દિવસભર ઠંડો પવન ફૂંકાતાં શીતલહેર પ્રસરી હતી. મહેસાણામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ડીસામાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું હતું, આ સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી વહેલી સવારે અને રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. મંગળવારે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું હતુ. જે દિવસભર ચાલુ રહેતા વાતાવરણમાં શીત લહેર પ્રસર હતી.

અન્ય સમાચારો પણ છે...