તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહેસાણામાં 24 વર્ષીય યુવતીને સાથે જોબ કરતા સહકર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવક સામે ફરિયાદ કરાઇ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવકે દારૂ પીને યુવતી ના ઘરે જઈ હોબાળો મચાવ્યો

મહેસાણા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સર્વિસ કરતી યુવતીને સાથે જોબ કરતા સહકર્મીએ દારૂ પીને યુવતીના ઘરે જઈ ધમાલ મચાવી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં પ્રાઇવેટ જોબ કરતી યુવતીને તેના જ સાથે એકાઉન્ટ તરીકે જોબ કરતો કેતન પટેલ દારૂ પીધેલી હાલતમાં મારી નાખવાની ધમકી આપી હતી. યુવતી નોકરી દરમિયાન હોસ્પિટલના સ્ટાફ સાથે અને કેતન પટેલ નામના ઈસમ સામે મિત્રતાના સંબંધ હતા. જેણે કેતન પટેલે આ સંબંધનો અલગ મતલબ નીકાળી યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

જેમાં રાત્રીના સમય દરમિયાન કેતન પટેલ દારૂ પીને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. જેમાં યુવતીના માતા પિતા સાથે ગાળાગાળી કરીને હાથાપાઇ કરી હતી. જેમાં વધુ હોબાળો થતા દારૂ પીધેલ કેતન પટેલે યુવતીને કહ્યું કે આજે તો તું બચી ગઈ છે. પરંતુ ઘાટ આવે તો તને જાનથી મારી નાખીશ. આમ ધમકી આપી હતી. જેથી યુવતી એ પોલીસને જાણ કરતા મહેસાણા બી ડીવીઝન પોલીસ યુવતીના ઘરે પહોંચી દારૂ પીધેલ યુવકને પકડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. તેમજ યુવતીએ તેની માતા સાથે બી ડીવીઝન પોલીસ મથકમાં જઈને કેતન પટેલ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો