તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એવોર્ડ અર્પણ:મુખ્યમંત્રીના હસ્તે અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડ અર્પણ, ગાંધીનગરમાં એવોર્ડથી સન્માનિત કરી શુભેચ્છા આપી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે વડનગરમાં તાનારીરી મહોત્સવમાં એવોર્ડ અપાતો હતો

વડનગર ખાતે દર વર્ષે યોજાતા તાનારીરી મહોત્સવમાં તાનારીરીની યાદમાં અપાતા એવોર્ડનું કોરોનાને લીધે આ વખતે ગાંધીનગરથી આયોજન કરાયું હતુ.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાયિકા-પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ અને ગાયિકા વર્ષાબેન ત્રિવેદીને તાના-રીરી સન્માન એવોર્ડ અપાયો હતો.આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.વિજેતા બંને કલાકારોને રૂ. ૨.૫૦ લાખ- રૂ. ૨.૫૦ લાખ એમ કુલ રૂ. ૫ લાખની ઇનામી રકમ ચેક સ્વરૂપે એનાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...