તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:વાદળાંથી ઘઉંમાં ઉધઇ, જીરૂ અને વરિયાળીમાં ચરમીના રોગનું સંકટ

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાદળોના કારણે ઠંડીમાં વધ-ઘટ, ગરમી 2 ડિગ્રી સુધી ઘટી

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મંગળવારે પલટો આવતાં દિવસભર વાદળ છવાયેલા રહ્યા હતા. મહેસાણા અને મોડાસામાં ઠંડી વધવાની સાથે 3 શહેરોમાં ઠંડી ઘટી હતી. જ્યારે દિવસ દરમિયાન ગરમીમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ રહી શકે છે.

બીજી બાજુ વાતાવરણનો આ પલટો ખેડૂતોએ ચાર મહિના સુધી સિંચેલા 7.65 લાખ હેક્ટરમાં કાપણીની આરે આવેલા મુખ્ય 5 પાકો પર રોગ-જીવાતની તલવાર લટકતી થઇ છે. ઉલ્લેખનીય છે કે, ઘઉંનું 3.41 લાખ, રાઇનું 1.91 લાખ, જીરાનું 1.11 લાખ, બટાટાનું 1.06 લાખ અને વરિયાળીનું 16 હજાર હેક્ટરમાં પાક ઉભો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો