ખાતમુહૂર્ત:મહેસાણાના બિલાડીબાગમાં પાણીના બોરનું ખાતમુહૂર્ત

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના વોર્ડ નં.2માં આવેલા બિલાડી બાગમાં વર્ષો જૂનો પાણીનો બોર બંધ થવાની તૈયારીમાં છે, ત્યારે નગરપાલિકા દ્વારા મનોરંજન કરની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 20 લાખના ખર્ચે પાણીનો નવો બોર બનાવાનું કામ શરૂ કરાયુ છે. આ બોર 1150 ફૂટ ઊંડાઇનો બનાવાશે.

શુક્રવારે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચેરમેન રાકેશભાઇ પટેલ, એન્જિનિયર જીગર પટેલની ઉપસ્થિતિમાં નવા બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ બોર તૈયાર થયે પબ્લિક લાઇનમાં જોડાણ અપાશે અને જરૂર જણાયે સપ્લાય કરાશે. જ્યારે કાયમીરાહે બગીચામાં નિયમિત પાણી છંટકાવ તેમજ નવા સ્વિમિંગ પુલમાં પાણી માટે ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...