તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:સીએમના હસ્તે આજે મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની 6 યોજનાનું ખાતમુહૂર્ત

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, વિસનગર અને ઊંઝાને નર્મદાનું, વડનગર, ખેરાલુ અને સતલાસણાને ધરોઇનું પાણી અપાશે
  • બહુચરાજીમાં રૂ.7.20 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મંગળવારે મહેસાણા જિલ્લાની રૂ.287 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની 6 યોજનાઓનું ખાતમુહૂર્ત કરાશે. મહેસાણાના ધોબીઘાટ રોડ સ્થિત રામદેવ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9-30 વાગે આ કાર્યક્રમ યોજાશે.

મહેસાણા, વિસનગર અને ઊંઝા શહેર ઉપરાંત વિસનગર તાલુકાના 54 ગામોને નર્મદાનું પાણી પૂરું પાડવા રૂ.230.73 કરોડ ખર્ચે 3 યોજના, રૂ.39.42 કરોડના ખર્ચે વડનગર અને ખેરાલુ શહેર સહિત બંને તાલુકાના 90 જેટલા ગામોને ધરોઇ જુથ સુધારણા યોજના, રૂ.9.25 કરોડના ખર્ચે સતલાસણા તાલુકાના 90 ગામો માટેની ધરોઇ જુથ સુધારણા યોજના તેમજ રૂ.7.20 કરોડના ખર્ચે બહુચરાજીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળી કુલ રૂ.287 કરોડના ખર્ચની 6 યોજનાઓનું ખાતમુહૂર્ત કરાશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી કુંવરજી બાવળીયા, સંાસદ શારદાબેન પટેલ, ધારાસભ્યો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો